ભુજમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા યુવકના ગેરકાયદે કોમર્શિયલ દબાણ પર તંત્રનું બુલડોઝર: શનિદેવ મંદિર સામેનું દબાણ દૂર કરાયું
રૂ.13 લાખની કિંમતનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, ભુજ બી ડિવિઝન પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત કાર્યવાહી. કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં જાહેર જગ્યા પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છ
ભુજમાં લાખો ની કિંમતનું દબાણ દૂર કરાયું


ભુજમાં લાખો ની કિંમતનું દબાણ દૂર કરાયું


ભુજમાં લાખો ની કિંમતનું દબાણ દૂર કરાયું


- રૂ.13 લાખની કિંમતનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, ભુજ બી ડિવિઝન પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત કાર્યવાહી.

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં જાહેર જગ્યા પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભુજના શનિદેવ મંદિર સામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક ઇસમ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણને પોલીસ અને સરકારી વિભાગોની સંયુક્ત ટીમે તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 90 ચોરસ મીટર વિસ્તારમાં થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.13 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર, ભુજ શહેરના મુન્દ્રા રોડ પર આવેલા શનિદેવ મંદિર સામે યુવરાજસિંહ ઉર્ફે જયવીરસિંહ દેવુભા જાડેજા (મૂળ રહે. તેરા, હાલ રહે. મુન્દ્રા રોડ, ભુજ) દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સંબંધિત સરકારી તંત્રના સંકલનથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી. શ્રીમાળી, સર્કલ ઓફિસર બીનાબેન મકવાણા, તલાટી મંત્રી સુરેશભાઈ સહિત આર એન્ડ બી વિભાગ, પીજીવીસીએલના ભુજ વિભાગના કર્મચારીઓ અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ભાગ લીધો હતો.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, સંબંધિત ઇસમ સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026નો મારામારી અને ગંભીર ગુનાની વિવિધ કલમો હેઠળનો ગુનો, વર્ષ 2024નો મારામારી અને અન્ય કલમો હેઠળનો ગુનો તથા વર્ષ 2021નો મારામારી અને ટોળકી સંબંધિત ગુનો સામેલ છે. આ ઉપરાંત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં તથા નલિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 અને 2020 દરમિયાન પણ અલગ-અલગ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.

જોકે, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો હતો. શહેરમાં જાહેર સ્થળો અને સરકારી જગ્યાઓ પર થતા ગેરકાયદે બાંધકામ સામે તંત્રની આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande