ગુજરાતમાં અમદાવાદ સહિત દિવાળી પહેલાંના રવિવારની રજામાં ખરીદીની પડાપડી, છેલ્લી ઘડીની ખરીદી બજારમાં ગ્રાહકોનું કીડિયારું
અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : આ વર્ષે દિવાળી પહેલા 1 નવેમ્બરના રોજ રવિવારની રજા આવતા લોકોને પગાર થઈ ગયો હોવાથી અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ સહિત રાજ્યમાં દિવાળી તહેવાર પહેલા ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદમાં ભદ્ર બજાર, સુરતની ચૌટા બજાર અને
Shopping spree on Sunday before Diwali in Gujarat


અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : આ વર્ષે દિવાળી પહેલા 1 નવેમ્બરના રોજ રવિવારની રજા આવતા લોકોને પગાર થઈ ગયો હોવાથી અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ સહિત રાજ્યમાં દિવાળી તહેવાર પહેલા ખરીદીનો માહોલ જામ્યો છે.

અમદાવાદમાં ભદ્ર બજાર, સુરતની ચૌટા બજાર અને વડોદરાની મંગળ બજારમાં ગ્રાહકોનું કિડીયારું ઉભરાયું છે.

રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડતા બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી.

અમદાવાદના ભદ્ર બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે જનસેલાબ ઉમટી પડતા પગ મુકવાની જગ્યા પણ જોવા મળી ન હતી. બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તેમજ છેલ્લી ઘડીની ખરીદીનો આનંદ જ કંઈક અલગ હોય છે, કારણ કે વેપારીઓ પણ સ્ટોક ખાલી કરવા માટે આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપતા હોય છે. પાથરણાંથી લઈને બજારમાં નાની-મોટી દુકાનો સુધી દરેક જગ્યાએ 'રૂપિયા સો માં ત્રણ' કે 'બજેટ ફ્રેન્ડલી' સેલના પોકારો સંભળાઈ રહ્યા છે.

બજારમાં ઉમટેલી અભૂતપૂર્વ ભીડને કારણે લાલ દરવાજા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ છે. પગ મૂકવાની જગ્યા ન હોવા છતાં લોકો ખરીદીનો આનંદ માણી રહ્યા છે. વેપારી અબ્દુલ રહિમે જણાવ્યું કે, ગયા વર્ષ કરતા 60 ટકા વેપાર ઓછો છે. છેલ્લા 4 દિવસથી ખરીદી માટે લોકોની ભીડ જોવા રહી છે.

બીજી બાજુ અમદાવાદના ભદ્ર બજારમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેરેજ વે પર વેન્ડિંગ અને દબાણ અટકાવવા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની વિશેષ ઝુંબેશ ચાલી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande