ભુજમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો! 6 શખ્સો ઝડપાયા, રૂ. 4.51 લાખનો મુદ્દામાલ કબજે
ભુજમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી, રૂ. 4.34 લાખ રોકડા, પાંચ મોબાઇલ અને ગંજીપાનાં સહિત કુલ રૂ. 4,51,600નો મુદ્દામાલ જપ્ત કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કરવામાં આવતી ક
જુગારધારા હેઠળ પકડાયેલા આરોપીઓ


- ભુજમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી, રૂ. 4.34 લાખ રોકડા, પાંચ મોબાઇલ અને ગંજીપાનાં સહિત કુલ રૂ. 4,51,600નો મુદ્દામાલ જપ્ત

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંતર્ગત ભુજ શહેર એ ડિવિઝન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે જુગાર રમતા હોવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરીને કુલ છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ. 4,51,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન જગદિશ પ્રેમજીભાઈ ચુડાસમા (61), રમેશ નારાણદાસ ગોઢિયા (70), ગૌરાંગ મહેન્દ્રભાઈ રામાવત (42), પરાગ અરવિંદભાઈ ચૌહાણ (45), ભાવિક સૈલેશભાઈ રાજગોર (45) અને સોભનાબેન મહેન્દ્રભાઈ સોલંકી (62)ને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓ ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 4,34,600ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત પાંચ મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 17,000 થાય છે, તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે ગંજીપાનાં પણ મળી આવ્યા હતા. આમ, રોકડ રકમ અને અન્ય સામાન સહિત કુલ રૂ. 4,51,600નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ શાંતિલાલ મહેશ્વરી, રાજુભા સતુભા જાડેજા, જયકુમાર જગદીશભાઈ ત્રિવેદી, નીશાબેન દેવજીભાઈ બળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ અજિતસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande