અર્હમ ગ્રુપની મદદથી વધુ 10 પરિવારો બનશે આત્મનિર્ભર
ભાવનગર,20 નવેમ્બર (હિ.સ.)જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવી આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભાવનગરના અર્હમ ગ્રુપ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વધુ 10 જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને રોજગારીનું સાધન મળી રહે તે માટે સીવણ મશી
સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા


ભાવનગર,20 નવેમ્બર (હિ.સ.)જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવી આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભાવનગરના અર્હમ ગ્રુપ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વધુ 10 જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને રોજગારીનું સાધન મળી રહે તે માટે સીવણ મશીન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી દેશભરમાં જીવદયા, માનવતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. આ જ પ્રેરણાને આગળ ધપાવતા અર્હમ ગ્રુપ ભાવનગર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગારીની તક પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પરિવારમાં આર્થિક મુશ્કેલીના સમયે મહિલાઓ પણ આવકનું સાધન બની પરિવારને સહારો આપી શકે અને સન્માનભેર જીવન જીવી શકે તેવા ઉમદા હેતુથી 10 મહિલાઓને સીવણ મશીન આપવામાં આવ્યાં હતાં. સીવણકામના માધ્યમથી મહિલાઓ ઘરે બેઠાં રોજગારી મેળવી શકશે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકશે.

આ પહેલથી 10 પરિવારોને આર્થિક રીતે પગભર થવાની નવી તક મળશે. સાથે જ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના મજબૂત બનશે.

આ માનવતાલક્ષી સેવાકાર્યને સફળ બનાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગરના સભ્યોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande