કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ ખરીદવાની તક' : મેળામાં જિલ્લાના ૩૦ જેટલા સ્વ-સહાય જૂથો ભાગ લેશે
સોમનાથ 20 નવેમ્બર (હિ.સ.) : પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે ''કાર્તિકી પૂર્ણિમા મેળા-૨૦૨૬'' નો રંગેચંગે પ્રારંભ થયો છે. મેળામાં મહાલવા આવતા નાગરિકો સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની સીધે સીધી સ્વ-સહાય જૂથો પાસેથી જ ખરીદી શકશે. મહાનુભાવ
કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સ્વ-સહાય જૂથો દ્વારા


સોમનાથ 20 નવેમ્બર (હિ.સ.) : પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે 'કાર્તિકી પૂર્ણિમા મેળા-૨૦૨૬' નો રંગેચંગે પ્રારંભ થયો છે. મેળામાં મહાલવા આવતા નાગરિકો સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની સીધે સીધી સ્વ-સહાય જૂથો પાસેથી જ ખરીદી શકશે.

મહાનુભાવોના હસ્તે સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઇ શકાય તે હેતુથી 'કાર્તિકી પૂર્ણિમા મેળા-૨૦૨૬'ના તમામ સ્ટોલને ખૂલ્લા મૂકવામાં આવ્યાં હતાં.

તા. ૨૦/૧૧/૨૦૨૬ થી તા.૨૪/૧૧/૨૦૨૬ એમ પાંચ દિવસ સુધી સવારે ૧૦.૦૦ થી રાતે ૧૨.૦૦ વાગ્યા સુધી સ્વ-સહાય જૂથોની બહેનોને તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે સીધુ બજાર મળશે.

વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, ગીરગઢડા ઉના સહિત તાલુકાઓમાંથી ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ હેતુ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો/સખીમંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande