સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પોરબંદર પોલીસનો યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ‘મેરાયુવા ભારત’ (MY Bharat Kendra), પોરબંદર દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ કેમ્પ’માં પોરબંદર પોલીસ દ્વારા યુવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પો
સાંદીપનિ  વિદ્યાનિકેતનમાં પોરબંદર પોલીસનો યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


સાંદીપનિ  વિદ્યાનિકેતનમાં પોરબંદર પોલીસનો યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


સાંદીપનિ  વિદ્યાનિકેતનમાં પોરબંદર પોલીસનો યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ‘મેરાયુવા ભારત’ (MY Bharat Kendra), પોરબંદર દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ કેમ્પ’માં

પોરબંદર પોલીસ

દ્વારા યુવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

હતો. આ કાર્યક્રમમાં પોરબંદર સાયબર ક્રાઇમ

પોલીસ સ્ટેશનના PI આર.જે. રામ, PI પ્રતીક પટેલ, ANWના લાખણશીભાઈ ભૂતિયા, સરમણભાઈ તથા સાયબર વિભાગના ASI દિવ્યેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ

રાજ્યો માંથી આવેલા યુવાઓને વર્તમાન સમયમાં વધી રહેલા

સાયબર ગુનાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. PI પ્રતીક પટેલે સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સાવચેતી, ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રહેવાની રીતો અને સાયબર અવેરનેસ અંગે

વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.ANWના લાખણશીભાઈ ભૂતિયાએ યુવાઓને ડ્રગ્સ અને નશાના

દુષણથી દૂર રહેવા અપીલ કરી હતી. નશાની લત

વ્યક્તિના જીવન અને ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે

છે ત્યારે યુવા વર્ગે જાગૃત રહી નશામુક્ત સમાજના

નિર્માણમાં સહભાગી બનવું જોઈએ તે અંગે સમજણ આપી

હતી. PI આર.જે. રામે યુવાઓને દેશના વર્તમાન અને ભવિષ્યનું મહત્ત્વનું અંગ ગણાવી નિરોગી, સક્ષમ અને જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી

હતી.દેશના વિકાસમાં યુવા શક્તિનું મહત્તમ

યોગદાન રહે અને યુવાઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ

રાષ્ટ્રનિર્માણ માટે કરે તેવો સંદેશ આપ્યો

હતો.કાર્યક્રમના અંતે ઉપસ્થિત

યુવાઓએ સાયબર સુરક્ષા અને સામાજિક જવાબદારી સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના પોલીસ અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબો

આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande