ફટાણામાં તીનપત્તીના જુગાર પર બગવદર પોલીસનો સપાટો
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફટાણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11,230 રોકડા અને ગંજીપત્તાનાં 52 પાનાં મળી કુલ રૂ.11,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની નોંધ મુજબ, ફટાણા ગામમાં બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી પાછળ વડના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે જયમલ મસરીભાઈ મોઢવાડિયા (42), વેજાગીગાભાઈ કડછા (41), કાના હરદાસભાઈ ઓડેદરા (33) અને સામત સોમા બથવાર (31), તમામ રહે. ફટાણા,ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.11,230 અને ગંજીપત્તાનાં 52 પાનાં

કબજે કરી ચારેય સામે જુગારધારા હેઠળ

ગુનો નોંધવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande