

- મુખ્યમંત્રીએ માછીમારો સાથે સંવાદ કરી રોજગાર શિક્ષણ વેપાર સહિતની ચર્ચા કરી
દાહોદ,20 નવેમ્બર (હિ.સ.) દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
સરોવરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ, સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી , આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ