
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે ચામુંડા માતાજીના સ્થાનકે પવિત્ર હવન કાર્યક્રમનું ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને હવનનો લાભ લેવા ઉમટ્યા હતા.
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલા હવનમાં ભક્તોએ સમગ્ર પંથકની સુખાકારી, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
ધાર્મિક પ્રસંગે ગામના વડીલો, યુવાનો અને સામાજિક આગેવાનો એકત્રિત થયા હતા. ઉપસ્થિત લોકોએ પરસ્પર મુલાકાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગાંગલાસણના ગ્રામજનો અને આયોજક મંડળે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે વિષ્ણુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, વિનુભાઈ પ્રજાપતિ, વિક્રમસિંહ ઠાકોર, અગરાજી, રોહિતજી ઠાકોર, જગદીશભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ