ખેડૂતોની મગફળીને આધુનિક ટેક્નોલોજીથી મળશે વધુ મૂલ્યવર્ધન
ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.) : મંત્રી જીતુભાઈ વાઘાણીએ મગફળી પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મગફળીની ખરીદીથી લઈને તેની સફાઈ, ફોતરાં ઉતારવા, કલર સોર્
મુલાકાત લેતા મંત્રી


ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.) : મંત્રી જીતુભાઈ વાઘાણીએ મગફળી પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મગફળીની ખરીદીથી લઈને તેની સફાઈ, ફોતરાં ઉતારવા, કલર સોર્ટિંગ, ગ્રેડિંગ, સંગ્રહ અને પેકેજિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રોસેસિંગ પ્લાન્ટમાં આધુનિક મશીનરી અને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા મગફળીની ગુણવત્તા જાળવવા માટે કરવામાં આવતી કામગીરી અંગે મંત્રીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મશીનોની મદદથી મગફળીમાંથી અશુદ્ધિઓ દૂર કરી, ગુણવત્તા અને કદ પ્રમાણે અલગ તારવીને બજારની માંગ અનુસાર તૈયાર કરવાની પ્રક્રિયા તેમણે નિહાળી હતી.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી કૃષિ પેદાશોની ગુણવત્તા જાળવી તેનું મૂલ્યવર્ધન કરવાની પદ્ધતિને પ્રશંસનીય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનતથી ઉત્પાદિત થતી કૃષિ પેદાશોને ઉદ્યોગ સાથે જોડીને વધુ ગુણવત્તાયુક્ત અને બજારલક્ષી બનાવવી સમયની માંગ છે.

આવા આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ કૃષિ અને ઉદ્યોગ વચ્ચે સેતુરૂપ બની શકે છે. તેનાથી કૃષિ પેદાશોને વધુ સારી બજાર વ્યવસ્થા મળવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. પરિણામે ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળી શકે અને કૃષિ ક્ષેત્ર આર્થિક રીતે વધુ મજબૂત બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande