શંખેશ્વર-પાનવા રોડ પર ગમખ્વાર અકસ્માત: 6 વર્ષીય બાળકીનું મોત, દંપતી સહિત 3 ગંભીર
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં 19 નવેમ્બરની રાત્રે શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર 6 વર્ષીય બાળકી આફીયાનું મોત નીપજ્યું હતું, જ્યારે દંપતી અને તેમનો 5 વર્ષ
શંખેશ્વર-પાનવા રોડ પર ગમખ્વાર અકસ્માત: 6 વર્ષીય બાળકીનું મોત, દંપતી સહિત 3 ગંભીર


શંખેશ્વર-પાનવા રોડ પર ગમખ્વાર અકસ્માત: 6 વર્ષીય બાળકીનું મોત, દંપતી સહિત 3 ગંભીર


શંખેશ્વર-પાનવા રોડ પર ગમખ્વાર અકસ્માત: 6 વર્ષીય બાળકીનું મોત, દંપતી સહિત 3 ગંભીર


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં 19 નવેમ્બરની રાત્રે શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર 6 વર્ષીય બાળકી આફીયાનું મોત નીપજ્યું હતું, જ્યારે દંપતી અને તેમનો 5 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ, બજાણા ગામના મોસીન મુસ્તાકભાઈ સમા (28) પોતાની પત્ની રૂબીનાબેન (26), પુત્રી આફીયા અને પુત્ર વાહીદ સાથે બાઈક પર જારૂસા ગામે સાસરે જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી અલ્ટો કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થતાં ચારેય રોડ પર પટકાયા હતા.

અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે 6 વર્ષીય આફીયાને મૃત જાહેર કરી હતી.

બીજી તરફ, મોસીનભાઈ, રૂબીનાબેન અને પુત્ર વાહીદની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ બે અલગ-અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સેવાભાવી યુવાનોએ પણ પરિવારજનોનો સંપર્ક કરી જરૂરી મદદ પૂરી પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande