હિતચિંતક અભિયાનના માધ્યમથી વિહિપ ગુજરાતના 15 લાખ લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કરશે
અમદાવાદ, 20 નવેમ્બર (હિ.સ.) : વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આગામી 22 નવેમ્બર થી 6 ડિસેમ્બર દરમિયાન એક વ્યાપક હિતચિંતક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિહિપના કાર્યકર્તાઓ ગુજરાતના લગભગ તમામ ગામોમાં જઈ 15 લાખ કરતા વધુ લોકોનો સંપર્ક
VHP will directly reach out to 15 lakh people of Gujarat through the Hitchintak Abhiyan


અમદાવાદ, 20 નવેમ્બર (હિ.સ.) : વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આગામી 22 નવેમ્બર થી 6 ડિસેમ્બર દરમિયાન એક વ્યાપક હિતચિંતક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ

અંતર્ગત વિહિપના કાર્યકર્તાઓ ગુજરાતના લગભગ તમામ ગામોમાં જઈ 15 લાખ કરતા વધુ લોકોનો સંપર્ક કરશે.

આ સંપર્કના માધ્યમથી તેઓને વિહિપ દ્વારા રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે કરવામાં આવતા કાર્યો વિશે માહિતી આપવામાં આવશે.

સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સાંપ્રત પ્રશ્નોની ચર્ચા પણ થશે. વિહિપએ હિન્દુ સમાજમાં એક સંગઠન નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓનું એક સંગઠન છે એ ભાવે સમાજ દ્વારા મળતા સૂચનો પણ કાર્યકર્તાના ધ્યાને આવશે.

આ અભિયાન અંતર્ગત પ્રત્યેક હિન્દુ પાસે 20ની નિધિ સ્વીકારવામાં આવશે. આ રકમ हिन्दवः सोदराः सर्वे ના ભાવે સૌ હિંદુઓ આપી શકે તે દ્રષ્ટિએ નક્કી કરવામાં આવી છે.આ અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા વિહિપના ક્ષેત્ર, પ્રાંત, તેમજ જિલ્લા કક્ષાના જવાબદાર કાર્યકર્તાઓ ઓછામાં ઓછા ત્રણ દિવસ પૂર્ણ સમય આપશે અને સોંપેલા પ્રખંડોમાં પ્રવાસ કરી, પ્રખંડના કાર્યકર્તાઓની સાથે રાખી વધુમાં વધુ લોકોને હિતચિંતક બનાવશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, યુવાનો, વિમુક્ત અને વિચરતી જાતિઓ તથા મહિલાઓનો વિશેષ સંપર્ક કરી તેઓને હિતચિંતક બનાવવા પર વધુ ભાર આપવામાં આવશે.

સમાજની સલાહ તથા આશીર્વાદ મેળવવા ઉપરાંતઆ સંપર્ક અભિયાનમાં કુટુંબ પ્રબોધન વિષય પણ કેન્દ્રસ્થાને રહેશે.જેમાં પરિવારમાં સામૂહિક ભોજન, પરિવારમાં સામૂહિક પ્રાર્થના, ઓછામાં ઓછું સપ્તાહમાં એકવાર મંદિરની મુલાકાત લઇ દર્શન, હિન્દુ સમાજની તમામ જાતિ જ્ઞાતિ સાથે એક સરખો વ્યવહાર તથા યુવાઓમાં આપણી ધાર્મિક - સાંસ્કૃતિક પરંપરાઓનું સિંચન જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.

વિહિપ ને વિશ્વાસ છે કે વધતા જતા ઓનલાઈન સંપર્કોના આ જમાનામાં પણ અમારા કાર્યકર્તાઓનો પ્રત્યક્ષ સંપર્ક સમાજમાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે તથા હિન્દુઓની એકતા થકી રાષ્ટ્રની શક્તિમાં વધારો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande