અમરેલી-સાવરકુંડલા રૂટની એસટી બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત
પિતા અને બે માસૂમ બાળકો સહિત ST બસના ડ્રાઇવરનાં મોત, માતાની હાલત ગંભીર. અમરેલી, 20 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સલામત સવારી ગણાતી એસટી બસ સાથે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી-સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસે બાઇકને હડફેટે લેતાં ગમ
Horrific accident between an ST bus and a motorcycle on the Amreli-Savarkundla route! A father, two innocent children, and the ST bus driver have died; the mother is in critical condition.


- પિતા અને બે માસૂમ બાળકો સહિત ST બસના ડ્રાઇવરનાં મોત, માતાની હાલત ગંભીર.

અમરેલી, 20 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સલામત સવારી ગણાતી એસટી બસ સાથે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી-સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસે બાઇકને હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના પિતા અને બે માસૂમ બાળકો સહિત એસટી બસના ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક પર સવાર મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી-સાવરકુંડલા રૂટની એસટી બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર પરિવારના ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં એસટી બસના ચાલક મેહુલ વાળાનું પણ મોત થયું છે. આમ, એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર બાઇકસવાર ગોગાભાઈ સોલંકી (37 વર્ષ), નીતિન ગોગન સોલંકી (4 વર્ષ) અને ધૃતિ ગોગન સોલંકી (6 માસ) હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ વાળાનું પણ મોત થયું છે.

અકસમાતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતકોના મૃતદેહને પણ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ અને એસટી નિગમના ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો, બસ અને બાઇક વચ્ચે ટક્કર કેવી રીતે થઈ અને કોની બેદરકારી હતી તે સહિતના મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

એક જ અકસ્માતમાં એક પરિવારના પિતા અને બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનાં મોતની ઘટનાએ સમગ્ર અમરેલી પંથકને હચમચાવી દીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande