
જુનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કક્ષાની 'વિકસિત ભારત' કલ્ચરલ અને ચેલેન્જ ટ્રેક સ્પર્ધા સંપન્ન. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા સંચાલિત 'વિકસિત ભારત' અંતર્ગત કલ્ચરલ ટ્રેક અને ચેલેન્જ ટ્રેકનું આયોજન મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલ્ચરલ ટ્રેક અંતર્ગત લોકનૃત્ય, લોકગીત, ચિત્રકલા, કાવ્ય લેખન અને નુક્કડ નાટક (શેરી નાટક) તેમજ ચેલેન્જ ટ્રેક અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ