જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની આગામી બેઠક મોકૂફ: લીલી પરિક્રમાની કામગીરીને લઈને નિર્ણય
જુનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ ખાતે કલેકટર કચેરી ખાતે દર માસના ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક, નવેમ્બર-૨૦૨૬ માસમાં તા. ૨૧ના રોજ યોજાનાર હતી, તે મોકૂફ રાખવામાં આવી છે. હાલ તા. ૨૦/૧૧/૨૦૨૬ થી તા. ૨૪/૧૧/૨૦
જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની આગામી બેઠક મોકૂફ: લીલી પરિક્રમાની કામગીરીને લઈને નિર્ણય


જુનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ ખાતે કલેકટર કચેરી ખાતે દર માસના ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક, નવેમ્બર-૨૦૨૬ માસમાં તા. ૨૧ના રોજ યોજાનાર હતી, તે મોકૂફ રાખવામાં આવી છે. હાલ તા. ૨૦/૧૧/૨૦૨૬ થી તા. ૨૪/૧૧/૨૦૨૬ સુધી લીલી પરિક્રમા શરૂ હોવાથી જિલ્લાના અધિકારીઓ તે કામગીરીમાં રોકાયેલ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સંબંધિત સૌ કોઈએ નોંધ લેવા જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

તેમજ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બાદ યોજાનાર રાજયકક્ષા અને રાષ્ટ્રંકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૬-૨૭ ના આયોજન સંચાલનની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande