જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયનું જિલ્લા કક્ષાની શેરી નાટક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો
જુનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારની કચેરી, જૂનાગઢ દ્વારા આયોજિત ''કલા મહોત્સવ'' અંતર્ગત ''શેરી નાટક સ્પર્ધા (લોકસભા - ૨૦૨૬)'' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયનું જિલ્લા કક્ષાની શેરી નાટક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો


જુનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારની કચેરી, જૂનાગઢ દ્વારા આયોજિત 'કલા મહોત્સવ' અંતર્ગત 'શેરી નાટક સ્પર્ધા (લોકસભા - ૨૦૨૬)' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની ટીમોના ઉત્સાહભર્યા સહભાગ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સામાજિક જાગૃતિ અને લોકશાહીના પર્વ પર આધારિત અત્યંત સચોટ, હૃદયસ્પર્શી શેરી નાટક રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને અસરકારક સંદેશા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રૂ. ૩૧,૦૦૦/- નો રોકડ પુરસ્કાર મેળવી યુનિવર્સિટી તેમજ મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિ બદલ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન તમામ પ્રાધ્યાપકગણ તથા સ્ટાફ પરિવારે વિજેતા ટીમ અને તેમના માર્ગદર્શક પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande