વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થવું જોઈએ: જગદગુરુ શંકરાચાર્ય
વડનગર, 20 નવેમ્બર (હિ.સ.) : શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું છે કે જેમ વારાણસીમાં પ્રધાનમંત્રી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, તેમ વડનગર સ્થિત હાટ
Work should be done to develop Vadnagar's Hatkeshwar Mahadev Temple as 'Kashi of Gujarat' Jagadguru Shankaracharya


વડનગર, 20 નવેમ્બર (હિ.સ.) : શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું છે કે જેમ વારાણસીમાં પ્રધાનમંત્રી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, તેમ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ ‘ગુજરાતની કાશી’ -‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થવું જોઈએ.

સ્વામીએ જણાવ્યું હતું કે, હાટકેશ્વર મહાદેવ વડનગર મંદિરને ગુજરાતની કાશી તરીકે વિકસાવવા માટે ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરીને ધાર્મિક ઊર્જા વધારવી જોઈએ. આ સ્થળને વિશેષ યોજના દ્વારા સુસમૃદ્ધ બનાવવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર વિશ્વ શાંતિ યજ્ઞમાં પધાર્યા હતા ત્યારે તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો છે.

જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ભક્તજનો - બધા સાથે મળીને અહીં થયેલી પ્રગતિની સાથે ધાર્મિક પ્રગતિ પણ સાધે અને હાટકેશ્વર ક્ષેત્રનો વિસ્તાર, જીર્ણોદ્ધાર તથા વિવિધ કાર્યક્રમો દ્વારા તેનો વિકાસ થાય તેવી ભાવના સ્વામીએ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande