સુરતમાં 45 મિનિટમાં પાંચ લૂંટની ઘટનાથી ચકચાર, પોલીસ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપીના પગમાં PIએ મારી ગોળી
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) સુરત શહેરમાં ગુનાખોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 19 નવેમ્બરની વહેલી સવારે માત્ર 45 મિનિટના સમયગાળામાં બે શખસોએ વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં પાંચ લૂંટ અને હુમલાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આરોપીઓએ રાહદા
Police Inspector Shoots Accuse


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) સુરત શહેરમાં ગુનાખોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 19 નવેમ્બરની વહેલી સવારે માત્ર 45 મિનિટના સમયગાળામાં બે શખસોએ વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં પાંચ લૂંટ અને હુમલાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આરોપીઓએ રાહદારીઓને નિશાન બનાવી ચપ્પુના ઘા મારી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ ઘટનાઓ બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન લિંબાયત પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે નીલગીરી ગ્રાઉન્ડ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ પર ચપ્પુથી હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં PI ડી.ડી. ચૌહાણે આરોપીને હથિયાર નીચે મૂકવાની ચેતવણી આપી હતી. જોકે, આરોપી હુમલો કરવા આગળ વધતાં પોલીસે સ્વબચાવમાં તેના ડાબા પગમાં ગોળી મારી તેને ઝડપી લીધો હતો. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને આરોપીને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં આ લૂંટની ઘટનાઓમાં પરવેઝ સાથે લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ દિલીપ યાદવ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે બીજા આરોપી લક્ષ્મણકુમારને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી લૂંટના છ મોબાઈલ ફોન સહિત અંદાજે ₹76,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ, હુમલો અને અન્ય ગુનાઓ નોંધાયા છે. નોંધનીય છે કે લિંબાયત પોલીસ દ્વારા છેલ્લા છ મહિનામાં સ્વબચાવમાં ફાયરિંગ કરી આરોપીને પકડવાની આ બીજી ઘટના

છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande