રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ઓર્ગેનિક દવાના નામે ઝેરી કેમિકલ પધરાવવાનું કૌભાંડ
પડધરી નજીક તરઘડીના ગોડાઉનમાં બોગસ લેબલ લગાવી નકલી જંતુનાશક દવા બનાવાતી હોવાનો પર્દાફાશ, લેબ રિપોર્ટમાં કેમિકલ મળતા ગુનો નોંધાયો રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : ખેડૂતોને ઓર્ગેનિક અને જૈવિક દવાના નામે ઝેરી કેમિકલયુક્ત જંતુનાશક દવાઓ વેચી આર્થિક ફાયદો મે
ફરિયાદ


પડધરી નજીક તરઘડીના ગોડાઉનમાં બોગસ લેબલ લગાવી નકલી જંતુનાશક દવા બનાવાતી હોવાનો પર્દાફાશ, લેબ રિપોર્ટમાં કેમિકલ મળતા ગુનો નોંધાયો

રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : ખેડૂતોને ઓર્ગેનિક અને જૈવિક દવાના નામે ઝેરી કેમિકલયુક્ત જંતુનાશક દવાઓ વેચી આર્થિક ફાયદો મેળવવાનું કૌભાંડ તરઘડી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી સામે આવતાં ચકચાર મચી છે. શિવ એગ્રી બિઝનેસ સેન્ટરના ગોડાઉનમાં દરોડા દરમિયાન બોગસ કંપનીના લેબલ લગાવેલી જંતુનાશક દવાની 45 બોટલો અને દવા બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો, જેના ગાંધીનગર લેબ રિપોર્ટમાં કેમિકલ મળતા કબજેદાર સામે ગુનો નોંધાયો છે.

પડધરીના તરઘડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર ગોડાઉનના કબજેદાર રસિક વિરજીભાઇ રંગાણી, રહે. ગુરૂદેવ પાર્ક શેરી નં. 1 કુવાડવા રોડ, રાજકોટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પડધરી પોલીસ મથકના એએસઆઈ પી.એન. અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા અને સ્ટાફે ગત તા. 15-04ના રોજ તરઘડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી કોઈપણ પ્રકારના પાકા બિલ કે આધાર વગર બ્રહ્મ હસ્ત્ર 303 બોટનિકલ બાયો કંટ્રોલરના લેબલવાળી 250 એમએલ અને એક લિટરની બોટલો તેમજ લેબલ વગરની જંતુનાશક દવાની એલ્યુમિનિયમની ખાલી બોટલો મળી કુલ 45 બોટલો રૂ. 70,240નો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત દવા બનાવવા માટેનું રો-મટીરીયલ્સ પણ મળી આવ્યું હતું, જે અંગે પડધરી એગ્રીકલ્ચર અને ખેતી અધિકારી એમ.ડી. રૂપાપરાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સેમ્પલ લઈ પેસ્ટીસાઈડ ટેસ્ટિંગ લેબોરેટરી ગાંધીનગર ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા અને બીજી તરફ આ મામલે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલા લેબ રિપોર્ટમાં અહીંથી લેવામાં આવેલા સેમ્પલમાં રાસાયણિક તત્વ કેમિકલ મળી આવ્યું હતું, જેના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ગોડાઉનના કબજેદાર રસિક રંગાણીએ એબોમેકિટન નામની દવા બનાવવાનું કોઈ લાઇસન્સ ન હોવા છતાં ગેરકાયદે રીતે તેનું ઉત્પાદન કર્યું હતું તેમજ લાઇસન્સ ન હોવા છતાં બોગસ કંપની સર્ચ કરી બાયોક્રોપ સાયન્સ જીઆઇડીસી અંકલેશ્વરના નામના બનાવટી લેબલો છાપી જૈવિક દવા બોટનીકલ બાયો કંટ્રોલર તરીકે જણાવી આર્થિક ફાયદા માટે ખેડૂતોને ખોટી કંપનીના લેબલોવાળી ઓર્ગેનિકના નામે ઝેરી કેમિકલ જંતુનાશક દવાઓ વેચી સરકાર અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મેરની ફરિયાદ પરથી ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી વિરુદ્ધ બીએનએસની કલમ 318(4) અને જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે વધુ તપાસ પીઆઈ એમ.જી. ચૌહાણે હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande