
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત
શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની
પ્રેરણાથી આગામી તા. 22 નવેમ્બર, ૨૦૨૬ના રવિવારે તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં
આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં ભગવાન
શાલિગ્રામ અને લક્ષ્મીસ્વરૂપા તુલસીજીના વિવાહ
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થશે.
મહોત્સવના ભાગરૂપે સાંજે 7વાગ્યે
શ્રીહરિમંદિરમાં વાજતે-ગાજતે ભગવાન
શાલિગ્રામની જાનનું આગમન થશે. વરપક્ષના મનોરથી
તૃપ્તિબેન અને ધીરજભાઈ પંડિત પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામની જાન લઈને શ્રીહરિ મંદિરે
આગમન કરવામાં આવશે. જ્યારે કન્યાપક્ષના
મનોરથી ઊર્મિલાબેન સોલંકી પરિવાર દ્વારા
મંદિરના પ્રાંગણમાં જાનનું
ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારબાદ રાત્રે 8:30 વાગ્યે શ્રીહરિ
મંદિરમાંભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વિવાહની વિધિ લગ્નગીતો અને શાસ્ત્રોક્ત
વિધિ-વિધાન સાથે સંપન્ન થશે. વિવાહ વિધિ પૂર્ણ થયા બાદ
ઉપસ્થિત સૌ હરિભક્તો માટે ભોજન પ્રસાદની
વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભગવાન શાલિગ્રામ અને લક્ષ્મીસ્વરૂપા તુલસીજીના પાવન વિવાહ
મહોત્સવના દર્શન કરવા તથા આ ધાર્મિક પ્રસંગના
સાક્ષી બનવા માટે તમામ હરિભક્તોને આયોજકો દ્વારા
ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya