
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર-બગવદર હાઇવે પર દેગામ નજીક રાત્રિના સમયે કાર પુલ પાસેનીચે ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, બગવદર વિસ્તારની હોવાનું જાણવા મળેલી કારમાં દેવારાજસી ઓડેદરા, સાગર ભખનભાઈ વિસાણા, ભુપતભાઈ અને રામભાઈ સવાર હતા. કાર દેગામ નજીકના રોડ પર પુલ પાસેથી નીચે ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. કારમાં સવાર ચારેય લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો હાલ સ્પષ્ટ થઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya