


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.)પોરબંદરના માછીમાર સમાજના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર હોવા છતાં તેનું
નિરાકરણન આવતું ન હોવાને લઈ, માછીમારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દરિયાઈ
વ્યવસાય સાથે જોડાયેલા માછીમારો વિવિધ
સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતોને યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી અને
પ્રશ્નો ઉકેલવા માટે અસરકારક પગલાં લેવાતા નથી તેવી લાગણી માછીમાર સમાજમાં ઊભી થઈ છે.
માછીમારોના મુખ્ય પ્રશ્નોમાં જેતપુરનું ઔદ્યોગિક પાણી દરિયામાં આવતું હોવાનો મુદ્દો, પોરબંદર બંદરમાં ડ્રેજિંગની કામગીરી, ગોસબારા ખાતે ગેરકાયદેસર લેડિંગ પોઇન્ટતેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં માટી
ટ્રોલિંગ કરતી બોટોનો સમાવેશ થાય છે.આ તમામ મુદ્દાઓ માછીમારીના વ્યવસાય, દરિયાઈ પર્યાવરણ અને માછીમારોની
રોજીરોટી સાથે સંકળાયેલા હોવાથી તેના ઉકેલની માછીમારો માંગ કરી રહ્યા છે.સમાજ દ્વારા સરકાર સમક્ષ સમયસર અને અસરકારક રજૂઆતો કરવામાં ન આવતી હોવાની ચર્ચા વચ્ચે માછીમાર ભાઈઓની ચિંતામાં વધારો થયો છે.
પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જવાબદાર તંત્ર અને સરકાર સુધી અવાજ પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.આવા અનેક પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા અને માછીમાર સમાજની ચિંતાઓ વ્યક્ત કરવા માછીમારો, મોટી સંખ્યામાં એકઠા થયા હતા.માછીમારોનો પ્રશ્ન છે કે, દરિયાઈ
વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું નિરાકરણ
ક્યારે આવશે અને તેમની રજૂઆતોને ગંભીરતાથી ક્યારે લેવામાં આવશે?
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya