


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : શ્રી ગુરુનાનક દેવજીની 557મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના લક્ષ્મીનગર સ્થિત
શ્રી ગુરુનાનક મંદિરેથી છેલ્લા આઠ દિવસથી દરરોજ સવારે 6 વાગ્યે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રભાતફેરીનું પોરબંદરના થળી સાહેબ, મેમણવાડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં
આવ્યું હતું.
સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબ, પરમપૂજ્ય માતા સાધણી સાહેબજીના મંદિર ખાતે પ્રભાતફેરીના આગમન પ્રસંગે સંત
મુલાણશાહ અને ભારતી માતા તેમજ સતિવભાઈ, રાજભાઈ અને સુનિલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે સવારે પ્રભાતફેરીનું આગમન થતાં શાલ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ
મંદિર ખાતે સત્સંગ, કીર્તન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આરતી તથા શ્રી પલવ સાહેબ બાદ ઉપસ્થિત ભક્તજનોને પ્રસાદીનું
વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર સિંધિ સમાજના ભાઈ બહેનો
મોટી સંખ્યામાં જોડાયા હતા. વહેલી સવારે વાહેગુરુ અને માતા સાધની સાહેબની ધૂનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય
વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા
થળી સાહેબ અને મેમણવાડાના સેવાદારીઓ એજહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya