પાટણમાં સરકારી આવાસ યોજનાના 6 મકાનો સીલ, રહીશોમાં રોષ
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણની શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનાના મકાનો નિયમ વિરુદ્ધ વેચી દેવા, ભાડે આપવા અને બેવડો લાભ લેવાની ફરિયાદો સામે આવતા નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં થયેલી
પાટણમાં સરકારી આવાસ યોજનાના 6 મકાનો સીલ, રહીશોમાં રોષ


પાટણમાં સરકારી આવાસ યોજનાના 6 મકાનો સીલ, રહીશોમાં રોષ


પાટણમાં સરકારી આવાસ યોજનાના 6 મકાનો સીલ, રહીશોમાં રોષ


પાટણમાં સરકારી આવાસ યોજનાના 6 મકાનો સીલ, રહીશોમાં રોષ


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણની શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનાના મકાનો નિયમ વિરુદ્ધ વેચી દેવા, ભાડે આપવા અને બેવડો લાભ લેવાની ફરિયાદો સામે આવતા નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં થયેલી રજૂઆતના નિરાકરણરૂપે ચીફ ઓફિસર હિરલ ઠાકરની ટીમે સ્થળ પર તપાસ કરી હતી.

તંત્ર દ્વારા નિયમભંગ કરતા કુલ 14 આવાસોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી સવારના સત્રમાં 6 મકાનો પરત મેળવી સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે 2 મકાનોમાં મૂળ લાભાર્થીઓના અવસાન બાદ તેમના સંતાનો જ રહેતા હોવાનું તપાસમાં સામે આવતા તેમને સીલ કરવામાં આવ્યા નહોતા.

નગરપાલિકાની ટીમે અન્ય આવાસોમાં પણ તપાસ કરીને સીલ મારવાની અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. બાકીના આવાસો સામે આગામી તબક્કામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. મહિલાઓ અને પુરુષોના ટોળાએ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande