અમરેલીના અડતાળા ગામે ઉપસરપંચ જીતુ વાળાની દાદાગીરીનો મામલો ગરમાયો! રિવોલ્વર અને ધોકા પ્રકરણમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન
3 આરોપીઓને સાથે રાખી પંચનામું કરાયું. અમરેલી, 20 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે ઉપસરપંચ જીતુ વાળાની કથિત દાદાગીરી અને રિવોલ્વર-ધોકા પ્રકરણને લઈને પોલીસ કાર્યવાહી તેજ બની છે. આ મામલે લાઠી પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ સામે
અમરેલીના અડતાળા ગામે ઉપસરપંચ જીતુ વાળાની દાદાગીરીનો મામલો ગરમાયો! રિવોલ્વર અને ધોકા પ્રકરણમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન, 3 આરોપીઓને સાથે રાખી પંચનામું કરાયું


- 3 આરોપીઓને સાથે રાખી પંચનામું કરાયું.

અમરેલી, 20 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે ઉપસરપંચ જીતુ વાળાની કથિત દાદાગીરી અને રિવોલ્વર-ધોકા પ્રકરણને લઈને પોલીસ કાર્યવાહી તેજ બની છે. આ મામલે લાઠી પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, આ ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, અડતાળા ગામે બનેલી આ ઘટનામાં રિવોલ્વર અને ધોકાનો ઉપયોગ થયાના આક્ષેપો સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે લાઠી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે અમરેલી એલસીબી, અમરેલી એસઓજી અને લાઠી પોલીસની ટીમ ત્રણ ઝડપાયેલા આરોપીઓને લઈને અડતાળા ગામે પહોંચી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન રિવોલ્વર અને ધોકા પ્રકરણને લગતું પંચનામું પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાની કડીઓ મેળવવા અને સમગ્ર બનાવની હકીકત જાણવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પોલીસની ટીમ આરોપીઓને લઈને ગામમાં પહોંચતાં જ રિકન્સ્ટ્રક્શન જોવા માટે ગ્રામજનો અને સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ગામમાં પોલીસની કાર્યવાહી દરમિયાન લોકોમાં પણ આ બનાવને લઈને ભારે ચર્ચા જોવા મળી હતી.

આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અડતાળા ગામના ઉપસરપંચ જીતુ વાળા સહિત અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળે છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હાલમાં અમરેલી એલસીબી, એસઓજી અને લાઠી પોલીસની ટીમ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે. આ ઘટનામાં રિવોલ્વરનો ઉપયોગ કેવી રીતે થયો, ધોકા પ્રકરણમાં કોની શું ભૂમિકા હતી અને સમગ્ર બનાવ પાછળનું કારણ શું હતું તે સહિતના મુદ્દાઓ પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande