કડછમાં મહિલાના કાનમાંથી સોનાનું વેઢલું તોડી લૂંટનાર ઝડપાયો
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : માધવપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કડછ ગામે મહિલાના કાન માંથી સોનાનું વેઢલું તોડી લૂંટ ચલાવવાના બનાવનો પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લીધો છે. પોલીસે તેની પા
કડછમાં  મહિલાના  કાન માંથી સોનાનું વેઢલું તોડી લૂંટનાર  ઝડપાયો.


કડછમાં  મહિલાના  કાન માંથી સોનાનું વેઢલું તોડી લૂંટનાર  ઝડપાયો.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : માધવપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કડછ ગામે મહિલાના કાન માંથી સોનાનું વેઢલું તોડી લૂંટ ચલાવવાના બનાવનો પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી રૂ.3 લાખની કિંમતનું 18 કેરેટનું 21 ગ્રામ 560 મિલીગ્રામ વજનનું સોનાનું વેઢલું 100 ટકા રિકવર કર્યું છે.

કડછ ગામે રહેતાં 47 વર્ષીય સાકરબેન વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, કાળા કલરની મોટરસાઇકલ પર આવેલા શખ્સે તેમના જમણા કાનનું આશરે સવા બે તોલાનું સોનાનું વેઢલું તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે શખ્સનો હાથપકડી લેતાં આરોપીએ ધક્કો મારી નીચે પછાડી કાન માંથી વેઢલું તોડી લૂંટ ચલાવી હતી. આ બનાવમાં મહિલાને કાનમાં ઇજા થતાં લોહી નીકળ્યું હતું.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી LCB ઇન્ચાર્જ પી.આઇ.આર.કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી.દરમિયાન ખાનગી બાતમીના આધારે પોરબંદરના માણેકચોક ખાતેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તેને માધવપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

LCBની કામગીરીમાં જોડાયેલા અધિકારી-કર્મચારીઓઆ કામગીરીમાં LCB ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરિયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજુભાઈ જોષી, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, કેશુ ભાઈ માવદિયા, ઉદયભાઈ

વાળા, કુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ ઓડદરા, સુભભાઈ દાસા, વિરેન્દ્રસિહ પરમાર, નાગાજણભાઈ

પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડદરા, અજયભાઈ ચૌહાણ, પ્રા. પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા તેમજ નેત્ર કમાંડ કંટ્રોલ સ્ટાફ જોડાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande