
- જેમાં ભગવાન રામના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી.
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં, ફિલ્મ ‘રામાયણ’ની ટીમ સાથે મુલાકાત કરી અને ભગવાન શ્રીરામના કર્તવ્ય પાલન, ત્યાગ તથા સત્યનિષ્ઠાના આદર્શોને સિનેમાની આધુનિક તકનીકના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસની પ્રશંસા કરી.
શાહે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુલાકાતના ફોટોગ્રાફ્સ શેર કરતા લખ્યું, “‘રામાયણ’ ફિલ્મની ટીમ સાથે નવી દિલ્હીમાં મુલાકાત થઈ. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામે, પોતાના જીવનથી કર્તવ્યપાલન, ત્યાગ અને સત્યનિષ્ઠાના જે આદર્શો સ્થાપિત કર્યા, તેને સિનેમાની આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાના આ અભિનવ પ્રયાસ માટે આખી ટીમને અભિનંદન.”
આ મુલાકાતમાં ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા, દિગ્દર્શક નિતેશ તિવારી, ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી સાઈ પલ્લવી વગેરે ઉપસ્થિત હતા.
ગૃહ મંત્રીએ, ફિલ્મના તમામ કલાકારો અને સભ્યોને અભિનંદન આપતા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના મહત્ત્વપૂર્ણ મહાકાવ્ય રામાયણને આધુનિક સિનેમાના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસને પ્રશંસનીય ગણાવ્યો.
ફિલ્મ ‘રામાયણ’ ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. તેના માધ્યમથી ભગવાન શ્રીરામના જીવન, તેમના આદર્શો અને મૂલ્યોને આધુનિક સિનેમેટિક ટેક્નોલોજી દ્વારા દર્શકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ