
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). સર્વોચ્ચ અદાલતે, ગુરુવારે પેકેટબંધ ખાદ્ય અને પેય પદાર્થોના સ્વાસ્થ્ય પર પડતા દુષ્પ્રભાવોને ઘટાડવા માટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ ) ને નિર્દેશ આપ્યો છે કે, વધુ ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટવાળા ઉત્પાદનો પર 'ફ્રન્ટ-ઓફ-પેક ન્યૂટ્રિશન લેબલિંગ' (એફઑપીએનએલ) ના નિયમોને વહેલી તકે આખરી સ્વરૂપ આપવામાં આવે. મામલાની આગામી સમીક્ષા 10 અઠવાડિયા પછી નિર્ધારિત કરવામાં આવી છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે, એફઑપીએનએલ માં માત્ર 'એડેડ શુગર' અને 'એડેડ ફેટ' ને બદલે 'કુલ ખાંડ' અને 'સેચ્યુરેટેડ ફેટ' ને મુખ્ય ચિંતાના પોષક તત્વો તરીકે દર્શાવવામાં આવે. બેન્ચે કહ્યું કે મીઠાની સાથે-સાથે કુલ ખાંડ અને સેચ્યુરેટેડ ફેટને જ આધાર બનાવવો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી છે. અદાલતે એ પણ રેખાંકિત કર્યું કે આ રુખ ડીજીઆઈ 2024 પહેલા એફએસએસએઆઈ માં બનેલી અગાઉની સહમતિ મુજબ છે.
નિર્દેશો હેઠળ નિર્ધારિત મર્યાદાથી વધુ મીઠું, ખાંડ કે સેચ્યુરેટેડ ફેટવાળા ઉત્પાદનોના પેકેટની સામે અલગ-અલગ ચેતવણી લેબલ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. અદાલતે જણાવ્યું કે, એફઑપીએનએલ હેઠળ દરેક હેક્સાજ્નમાં પોષક તત્વના માનક ચિત્ર સાથે 'હાઈ ફેટ', 'હાઈ શુગર' કે 'હાઈ સોલ્ટ' જેવા સ્પષ્ટ સંકેતો હોવા જોઈએ.
અદાલતે ચેતવણી આપી કે, ચેતવણીની મર્યાદા નક્કી કરતી વખતે વૈજ્ઞાનિક તથ્યો અને સંશોધનનું ધ્યાન રાખવામાં આવે. જો મર્યાદા ખૂબ ઓછી રાખવામાં આવશે તો લગભગ દરેક પેકેટ પર ચેતવણી દેખાશે અને લોકો તેને ગંભીરતાથી લેવાનું બંધ કરી શકે છે, જ્યારે મર્યાદા ખૂબ વધુ રાખવામાં આવશે તો ઘણા નુકસાનકારક ઉત્પાદનો ચેતવણીથી બચી જશે.
હિન્દુસ્થાન સમાચાર /સંજય / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ