
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, ગુરુવારે સંવિધાન દિવસ ઉજવ્યો. આ દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએસંવૈધાનિક સિદ્ધાંતો અને લોકતાંત્રિક મૂલ્યોની રક્ષાનો સંકલ્પ દોહરાવ્યો. મંત્રાલયના જણાવ્યા અનુસાર કાર્યક્રમનું નેતૃત્વ મંત્રાલયના સચિવ સુધાંશ પંતે કર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને પ્રસ્તાવનાનો પાઠ કર્યો હતો. તેમણે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંત્રાલયના મતે, પ્રસ્તાવનાના સિદ્ધાંતો તેના કાર્યક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવું અને માનવીય ગરિમાની રક્ષા કરવી મંત્રાલયના પ્રમુખ ઉત્તરદાયિત્વો છે. આ ઉપરાંત સમાન તકો ઉપલબ્ધ કરાવવી અને વંચિત તથા કમજોર વર્ગોને સશક્ત બનાવવા પણ તેના મુખ્ય લક્ષ્યો છે. મંત્રાલય વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને નીતિઓ દ્વારા સામાજિક-આર્થિક બાધાઓને દૂર કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય દેશના વિકાસમાં તમામ વર્ગોની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ આયોજનથી સમાવેશી શાસન અને જનકેન્દ્રિત સેવાઓ પ્રત્યે મંત્રાલયના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. આના દ્વારા મંત્રાલય એક ન્યાયપૂર્ણ અને સશક્ત 'વિકસિત ભારત 2047' ના લક્ષ્યમાં યોગદાન આપી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ