હરિયાણાના રોહતકમાં, મિલન ઢાબા પર ચાર યુવકોની ગોળી મારીને હત્યા
રોહતક (હરિયાણા), નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) રોહતકના ખરાવડ ગામ પાસે આવેલા મિલન ઢાબા પર, મોડી રાત્રે ચાર યુવકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ખરાવડ પોલીસ ચોકી પાસે થયેલા આ હત્યાકાંડને, ગેંગવોરનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. પોલીસ મહાન
હત્યા


રોહતક (હરિયાણા), નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) રોહતકના ખરાવડ ગામ પાસે આવેલા મિલન ઢાબા પર, મોડી રાત્રે ચાર યુવકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ખરાવડ પોલીસ ચોકી પાસે થયેલા આ હત્યાકાંડને, ગેંગવોરનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક હામિદ અખ્તર, પોલીસ અધિક્ષક ગૌરવ રાજપુરોહિતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સીઆઈએ, સ્પેશિયલ સેલ અને એફએસએલની ટીમો તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય યુવકો મિલન ઢાબા પર જમી રહ્યા હતા, તે જ સમયે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. મૃતકોમાં ત્રણ યુવક ઝજ્જર જિલ્લાના દીઘલ ગામના અને ચોથો યુવક બેરી વિસ્તારનો રહેવાસી છે. આ હત્યાકાંડને ભાઉ અને સન્ની રિટોલિયા વચ્ચે ચાલી રહેલી, ગેંગવોર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ગત દિવસોમાં દીઘલમાં થયેલી એક યુવકની હત્યા સાથે પણ આ વારદાતના તાર જોડાયેલા હોવાની આશંકા છે.

મોટી સંખ્યામાં ગ્રામીણો રોહતક પીજીઆઈ પહોંચ્યા છે. પીજીઆઈ પરિસરમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. ચારેય શબ પીજીઆઈ પહોંચાડવામાં આવ્યા છે. ખરાવડ પોલીસ ચોકી નજીક ચાર યુવકોની હત્યાએ, પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનિલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande