કેન્દ્રીય ગૃહ સચિવ અને આઈબી ડિરેક્ટર આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, સુરક્ષા સ્થિતિની કરશે સમીક્ષા
જમ્મુ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) ના ડિરેક્ટર મહેશ દીક્ષિત, ગુરુવારે અહીં પહોંચી રહ્યા છે. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે અને સામે આવી રહેલા પડકારોનો સામન
સાંકેતિક


જમ્મુ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) ના ડિરેક્ટર મહેશ દીક્ષિત, ગુરુવારે અહીં પહોંચી રહ્યા છે. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે અને સામે આવી રહેલા પડકારોનો સામનો કરવા માટે એક રણનીતિ તૈયાર કરશે.

બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ, ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સામેલ થશે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તાજેતરના ગુપ્તચર અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સક્રિય લગભગ 65 વિદેશી આતંકવાદીઓમાંથી 55 નો સંબંધ પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે છે.

અધિકારીઓનું અનુમાન છે કે, આમાંથી લગભગ 35 આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે, 25 જૈશ-એ-મોહમ્મદ સાથે અને બાકીના અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા છે. સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે, 18 નવેમ્બર 2026 ના રોજ કુલગામમાં લશ્કર-એ-તૈયબાના આતંકી મોહમ્મદ લતીફ ભટના માર્યા ગયા પછી કશ્મીર ખીણમાં હવે કોઈ પણ સ્થાનિક આતંકવાદી સક્રિય બચ્યો નથી. સુરક્ષાદળોએ દૂરદરાજના જંગલી અને પહાડી વિસ્તારોમાં પોતાના અભિયાન તેઝ કરી દીધા છે. તેઓ વિદેશી આતંકીઓનો પતો લગાવવા અને ઘૂસણખોરી રોકવા માટે ગુપ્તચર નેટવર્ક અને સર્વેલન્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્થિતિને જોતા આજની ઉચ્ચ સ્તરીય બેઠકમાં શીર્ષ ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ વર્તમાન સુરક્ષા સ્થિતિની વ્યાપક સમીક્ષા કરશે.

આ બેઠકમાં સમગ્ર સુરક્ષા માહોલ, વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ અને ભવિષ્યની તે રણનીતિઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે જેનાથી સંભવિત ખતરાઓથી અસરકારક રીતે સામનો કરી શકાય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ તથા સ્થિરતા જાળવી રાખી શકાય. આઈબી ડિરેક્ટરનું પદ સંભાળ્યા પછી મહેશ દીક્ષિતનો જમ્મુ-કાશ્મીરનો આ પહેલો પ્રવાસ છે. દેશના સૌથી વરિષ્ઠ ગુપ્તચર પદ પર પહોંચતા પહેલા તેઓ જમ્મુ-કાશ્મીરમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર વ્યાપક અને સૂક્ષ્મ બંને જ સ્તરો પર સ્થિતિ સંભાળવાનો તેમનો લાંબો અનુભવ તેમને એવી વિશેષતા આપે છે જે કેન્દ્રશાસિત પ્રદેશને આતંકવાદના ખતરાથી મુક્ત કરવાની ભવિષ્યની રણનીતિ બનાવવામાં ખૂબ કામ આવશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande