
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.): કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ગુરુવારે દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનમાં પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવિધાનની પ્રસ્તાવના વાંચીને સંવિધાન દિવસ ઉજવ્યો.
આ અવસરે અધિક સચિવ, સંયુક્ત સચિવ, નિયામક, ઉપ સચિવ સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થા, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ અને રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના પ્રતિનિધિઓ સહિત મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ