વડાપ્રધાન મોદીએ, સંવિધાન દિવસ પર દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંવિધાન દિવસના અવસર પર સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા એક સંસ્કૃત સુભાષિતમાં, આ વાત રેખાંકિત કરવામાં આવી છે કે, વિદ્વાનો દ્વારા ગહન વિચાર-વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંવિધાન દિવસના અવસર પર સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા એક સંસ્કૃત સુભાષિતમાં, આ વાત રેખાંકિત કરવામાં આવી છે કે, વિદ્વાનો દ્વારા ગહન વિચાર-વિમર્શ પછી બનાવાયેલી નીતિઓ અને સિદ્ધાંતો ચિરસ્થાયી હોય છે.

વડાપ્રધાને એક્સ પર લખ્યું, આ પાવન અવસર પર સંવિધાનના શિલ્પી બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર તેમજ સંવિધાન સભાની સમસ્ત મહાન વિભૂતિઓિટને મારા નમન અને વંદન. આ દિવસ આપણા સંવિધાન નિર્માતાઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં રહેલા મૂલ્યોને મજબૂત કરવાના સંકલ્પને દોਹરાવવાનો અવસર છે. સંવિધાન નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલો આ ગ્રંથ ભારતીય લોકશાહીની એક અમૂલ્ય વિરાસત છે. સંવિધાનના આદર્શો અને મૂલ્યો 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં રાષ્ટ્રનું નિરંતર માર્ગદર્શન કરતા રહેશે.

વડાપ્રધાને એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું,

बहुधा बहुभिः सार्धं चिन्तिताः सुनिरूपताः।

कथञ्चिन्न विलियन्ते विद्वद्भिश्चिन्तिता नयाः॥

જેનો ભાવાર્થ છે કે, વિદ્વાનો દ્વારા અનેક લોકો સાથે મળીને ભલી-ભાતિ વિચાર અને વિવેચન કરીને નિર્ધારિત કરવામાં આવેલી નીતિઓ કોઈપણ પરિસ્થિતિમાં નષ્ટ થતી નથી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande