જયશંકરે - મોરિશિયસના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, વિશેષ આર્થિક પેકેજની પ્રગતિની સમીક્ષા
નવી દિલ્લી, 26 નવંબર (હિ.સ.) વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે મોરેશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફળ સાથે અહીં મુલાકાત કરીને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને વિશેષ આર્થિક પેકેજ અંતર્ગત થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચે
જય સંકર


નવી દિલ્લી, 26 નવંબર (હિ.સ.) વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે મોરેશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફળ સાથે અહીં મુલાકાત કરીને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને વિશેષ આર્થિક પેકેજ અંતર્ગત થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેની ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ મોરેશિયસની વિકાસ પ્રાથમિકતાઓમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દોહરાવી.

ધનંજય રામફલ 27 નવેમ્બરના રોજ યોજાનારી, 25મી હિંદ મહાસાગર રિમ એસોસિએશન (આઈઓઆરએ) મંત્રી પરિષદની બેઠકમાં સામેલ થવા માટે નવી દિલ્હી આવ્યા છે.

જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુલાકાતનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, મોરિશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફલને મળીને તેમને ખૂબ જ ખુશી થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના પ્રમુખ ક્ષેત્રોની સમીક્ષા કરી, જેમાં વિશેષ આર્થિક પેકેજ અંતર્ગત થયેલી પ્રગતિ પણ સામેલ છે.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, બંને પક્ષોએ ભારત અને મોરિશિયસ વચ્ચેની ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. આની સાથે જ ભારતના વિઝન મહાસાગર અને પડોશી પ્રથમ નીતિ અંતર્ગત મોરિશિયસની વિકાસ અગ્રિમતાઓને સમર્થન આપવા પર સહમતિ વ્યક્ત કરી.

ઉલ્લેખનીય છે કે, ભારત અને મોરિશિયસ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો રહ્યા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી દરિયાઈ સુરક્ષા, ક્ષેત્રીય સહયોગ અને વિકાસ સંબંધી ગતિવિધિઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારતની મહાસાગર સંબંધી પહેલ અને પડોશી દેશો સાથેના સહયોગની નીતિમાં મોરિશિયસની મહત્વની ભૂમિકા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande