પાટણ : નવા પોરાણા ગામમાં બ્લુપાઈન એનર્જીની સરાહનીય પહેલ: 44 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ અને 10 સોલર સ્ટ્રીટ લાઇટ અર્પણ
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામમાં બ્લુપાઈન એનર્જી અને PRSD દ્વારા CSR (સામાજિક ઉત્તરદાયિત્વ) અંતર્ગત સામાજિક વિકાસલક્ષી પહેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત નવા પોરાણા પ્રાથમિક શાળાના 44 વિદ્યાર્થીઓને રમતગમતની પ
નવા પોરાણા ગામમાં બ્લુપાઈન એનર્જીની CSR સરાહનીય પહેલ: 44 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ અને 10 સોલર સ્ટ્રીટ લાઇટ અર્પણ


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામમાં બ્લુપાઈન એનર્જી અને PRSD દ્વારા CSR (સામાજિક ઉત્તરદાયિત્વ) અંતર્ગત સામાજિક વિકાસલક્ષી પહેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત નવા પોરાણા પ્રાથમિક શાળાના 44 વિદ્યાર્થીઓને રમતગમતની પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન મળે તે હેતુથી સ્પોર્ટ્સ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના જાહેર સ્થળો અને રસ્તાઓ પર રાત્રિના સમયે પ્રકાશની સુવિધા મળી રહે તે માટે 10 સોલર સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બ્લુપાઈન એનર્જી તરફથી આદિત્યભાઈ અને PRSD તરફથી અમિત સાગર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાના આચાર્ય, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને ગામના અગ્રણીઓ પણ જોડાયા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, રમતગમત, સ્વચ્છ ઊર્જા અને ગ્રામ્ય સુવિધાઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

ગામમાં સોલર સ્ટ્રીટ લાઇટની સુવિધા શરૂ થવાથી રાત્રિના સમયે જાહેર સ્થળો અને રસ્તાઓ પર પ્રકાશની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. જ્યારે વિદ્યાર્થીઓને મળેલા સ્પોર્ટ્સ ડ્રેસ રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરણારૂપ બનશે. આ પહેલ બદલ ગ્રામજનો અને શાળા પરિવારે બ્લુપાઈન એનર્જી તથા PRSDનો આભાર વ્યક્ત કરી આવી લોકઉપયોગી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande