આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા
સુરત, 28 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓના વિધાનસભા વિસ્તારોમાં ચાલી રહેલા મંત્રીઓના 72 કલાકના પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ માંડવી વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે અરેઠ તાલુકાના બૌધાન ગામ
આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા


સુરત, 28 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓના વિધાનસભા વિસ્તારોમાં ચાલી રહેલા મંત્રીઓના 72 કલાકના પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ માંડવી વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે અરેઠ તાલુકાના બૌધાન ગામની ખડી કોલોની સહિતની આદિવાસી વસાહતોમાં જઈને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુલાકાત દરમિયાન મંત્રીએ વસાહતોમાં રહેતા આદિવાસી પરિવારો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનો પાસેથી પાણી, રોડ-રસ્તા, કોમ્યુનિટી હોલ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

આ પ્રસંગે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને ઉત્થાન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વસાહતીઓની સ્થાનિક સમસ્યાઓ અને વિકાસલક્ષી રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ, મંત્રીએ તેના ત્વરિત અને સકારાત્મક નિરાકરણ માટે ઉપસ્થિત સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી, ધારાસભ્ય કુંવરજી હળપતિ, સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande