
રાયપુર, નવી દિલ્હી, 28 નવંબર (હિ.સ.) છત્તીસગઢ઼ના ચર્ચિત 1,280 કરોડના દારૂ શૌભાળ કેસમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી વિકાસ અગ્રવાલનું, સંયુક્ત આરબ અમીરાતથી પ્રત્યર્પણ (પ્રત્યાર્પણ) કરી ભારત લાવવામાં આવ્યા છે અને તેને શુક્રવારે રાત્રે આશરે 12 વાગે રાયપુરની રિમાન્ડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે પૂછપરછ માટે આરોપીને 30 નવેમ્બર સુધી આર્થિક અપરાધ શાખા (ઇઓડબલ્યુ)ને સોંપી દીધો છે.
અદાલતમાં જજની ગેરહાજરીના કારણે વિકાસ અગ્રવાલને મોડી રાત્રે, રિમાન્ડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એસીબી-ઇઓડબલ્યુએ આરોપીની પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે, 30 નવેમ્બર સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપી દીધી. રાત્રે લગભગ 12:33 વાગે ઇઓડબલ્યુના અધિકારીઓ આરોપીને લઈને કાર્યાલય પહોંચ્યા. હવે સોમવારે તેને ફરીથી અદાલતમાં રજૂ કરવામાં આવશે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 થી 2022 ની વચ્ચે છત્તીસગઢ઼માં દારૂના વિતરણમાં થયેલી કથિત ગરબડીથી સરકારી તિજોરીને 1,280 કરોડથી વધુનું નુકસાન થયું હતું. આ કેસમાં નવેમ્બર 2024 માં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. વિકાસ અગ્રવાલ યુએઈમાં રહીને 'બોસ્ટન' નામના અખબાર કે કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. તે દારૂ સિન્ડિકેટમાં ડિસ્ટિલરીથી કમિશનની રકમ વસૂલતો હતો અને તેને અધિકારીઓ તથા અન્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળતો હતો.
કેંદ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)એ ઇન્ટરપોલના રેડ કૉર્નર નોટિસ દ્વારા, યુએઈમાં વિકાસ અગ્રવાલની ધરપકડ કરાવી હતી. આ પછી વિદેશ મ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સમન્વયથી પ્રત્યર્પણ (પ્રત્યાર્પણ) ની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. આરોપીને રાયપુર લાવવા માટે છત્તીસગઢ ઇઓડબ્લ્યુની વિશેષ ટીમ મોકલવામાં આવી હતી, જેમાં ઇઓડબ્લ્યુ ચીફ (આઈજી) અમરેશ મિશ્રા, ડીએસપી રોશન આહુજા અને ડીએસપી રાહુલ શર્મા સામેલ હતા.
બચાવ પક્ષના વકીલ શશાંક મિશ્રાએ અદાલતમાં કહ્યું કે, આરોપી સામે એ જ અપરાધ હેઠળ કાર્યવાહી અને ટ્રાયલ કરી શકાય છે, જેના આધારે તેને ભારત લાવવામાં આવ્યો છે. પ્રત્યાપણના આધારથી અલગ કોઈ નવો અપરાધ જોડવો જોઈએ નહીં. આ સાથે જ બચાવા પક્ષે અદાલત પાસે માંગ કરી કે પૂછપરછ દરમિયાન આરોપીના માનવાધિકારોનું ઉલ્લંઘન ન થાય અને પ્રક્રિયાની દેખરેખ માટે એજન્સીના કોઈ અધિકૃત અધિકારીની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવે.
ઈઓડબ્લ્યુ હવે રિમાન્ડ દરમિયાન આરોપી પાસે, દારૂ કૌભાંડ સાથે જોડાયેલા નાણાકીય લેવડ-દેવડ અને અન્ય પાસાઓ પર પૂછપરછ કરશે. એજન્સીનું માનવું છે કે, વિકાસ અગ્રવાલની પૂછપરછમાં કથિત દારૂ સિન્ડિકેટના પૈસાની લેવડ-દેવડ અને કેસમાં સામેલ અન્ય આરોપીઓની ભૂમિકા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ