જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ, ભારતની આત્મા અને ભાવનાને બચાવી રાખવાનો સંકલ્પ હતોઃ રાજનાથ સિંહ
જમ્મુ, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ ભારતની આત્મા અને ભાવનાને બચાવી રાખવાનો સંકલ્પ હતો. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટ છે, તેનું ગૌરવ અને શાન છે તે
રક્ષામંત્રી રાજનાથ સિંહનું સ્વાગત કરતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા


જમ્મુ, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ ભારતની આત્મા અને ભાવનાને બચાવી રાખવાનો સંકલ્પ હતો. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટ છે, તેનું ગૌરવ અને શાન છે તેથી ભારતમાં તેનું વિલીનીકરણ માત્ર ભૌગોલિક વિસ્તારને જોડવાનો સવાલ નથી પરંતુ આ ભારતની આત્મા, ભાવના, એકતા અને અખંડિતતાને બચાવી રાખવાનો એક સંકલ્પ હતો.

જમ્મુમાં લોક ભવન પાસે પંજતીર્થી ચોકથી પરેડ ચોક સ્થિત બ્રાહ્મણા સભા સુધી ભાજપના 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનું નેતૃત્વ કર્યા પછી એક રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે, ભાજપની રાજકીય સફરમાં જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક મહત્ત્વને યાદ કરતા રક્ષામંત્રીએ પંડિત પ્રેમનાથ ડોગરાને શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ ક્ષેત્રને સંપૂર્ણપણે ભારતમાં સામેલ કરવા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીના તે નારાને પણ યાદ કર્યો, જે આ જ ક્ષેત્રમાંથી આપવામાં આવ્યો હતો- 'એક દેશ, એક વિધાન, એક નિશાન.'

સિંહે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાની રક્ષા માટે જમ્મુ-કાશ્મીરના ઘણા લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. તેમણે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું.

કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીર, દેશના બાકીના હિસ્સાની સાથે-સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે કોંગ્રેસના 'વોટચોરી'ના આરોપોની પણ આલોચના કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ આરોપો સાબિત કરવા માટે નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા મિટાવો' પદયાત્રાનું નેતૃત્વ કર્યું જેમાં સેંકડો પાર્ટી નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો સામેલ થયા હતા.

રક્ષા મંત્રીની ઉપસ્થિતિ અને વિશાળ જનસમુદાયને જોતા, વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે વધારાના પગલાં લેવામાં આવ્યા હતા અને માર્ગોના વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી હતી.

આ પહેલાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ, શનિવારે સવારે જમ્મુ એરપોર્ટ પર રક્ષામંત્રી રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande