દુનિયાને 2030 સુધીમાં, બાળલગ્ન મુક્ત બનાવવા માટે નિર્ણાયક પગલાં લેવા પડશે: ભુવન રિભુ
નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન (જેઆરસી) ના સંસ્થાપક ભુવન રિભુએ જણાવ્યું છે કે, 2030 સુધીમાં દુનિયાને બાળલગ્ન મુક્ત બનાવવા માટે દરેક દેશે નિર્ણાયક પગલાં લેવા પડશે. ભુવન રિભુએ, આ વાત શુક્રવારે પહેલીવાર ઉજવાયેલા ‘બાળ, નાની ઉંમ
વોત


નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન (જેઆરસી) ના સંસ્થાપક ભુવન રિભુએ જણાવ્યું છે કે, 2030 સુધીમાં દુનિયાને બાળલગ્ન મુક્ત બનાવવા માટે દરેક દેશે નિર્ણાયક પગલાં લેવા પડશે. ભુવન રિભુએ, આ વાત શુક્રવારે પહેલીવાર ઉજવાયેલા ‘બાળ, નાની ઉંમર એવં જબરન વિવાહ કે ઉન્મૂલન કે લિએ અંતરરાષ્ટ્રીય દિવસ’ (બાળ, નાની વય અને બળજબરીથી થતા લગ્નના નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ) ના અવસર પર દેશભરમાં બાળલગ્ન વિરુદ્ધના એક ઐતિહાસિક જન-અભિયાન દરમિયાન કહી હતી. આ દિવસે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં પાંચ કરોડથી વધુ ભારતીયોએ ભાગ લઈને આ કુપ્રથાને જડમૂળથી ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની આગેવાની પાંચ લાખથી વધુ મહિલા નેતૃત્વકર્તાઓ અને બાળલગ્નનો શિકાર બનેલી દીકરીઓએ કરી હતી.

ભુવન રિભુએ જણાવ્યું, ભારતથી શરૂ થયેલું આ આંદોલન આજે આખી દુનિયા માટે સામૂહિક આહ્વાન બની ચૂક્યું છે. બાળલગ્ન એ બાળકો પર બળાત્કાર સમાન છે અને સભ્ય સમાજમાં તેની કોઈ જગ્યા હોઈ શકે નહીં. પાંચ લાખથી વધુ મહિલાઓના નેતૃત્વમાં 6.5 લાખથી વધુ બાળલગ્ન અટકાવીને એ સાબિત કરી દેવામાં આવ્યું છે કે, બદલાવ શક્ય છે.

બાળ અધિકારોના સંરક્ષણ માટે કામ કરનાર નાગરિક સમાજ નેટવર્ક જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન (જેઆરસી) અને તેના સહયોગી સંગઠનોંએ શુક્રવારે કેન્દ્ર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દેશભરમાં મશાલ સરઘસ, કેન્ડલ માર્ચ, પ્રભાત ફેરીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અભિયાનનું વિશેષ ધ્યાન દેશના તે 1.33 લાખ સંવેદનશીલ ગામો પર રહ્યું હતું, જ્યાં બાળલગ્નના મામલા સૌથી વધુ સામે આવે છે. કાર્યક્રમોમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો સહિત મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા સમારોહમાં બાળલગ્નમાંથી બહાર આવેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે પોતાના સંઘર્ષની કહાનીઓથી અન્ય છોકરીઓ અને વાલીઓને પ્રેરિત કર્યા હતા. આ અવસર પર વિવિધ ધર્મના ધર્મગુરુઓની સાથે-સાથ લગ્ન સમારોહ સાથે જોડાયેલા વ્યાવસાયિકો જેમાં હલવાઈ, કેટરર્સ, ટેન્ટ અને બેન્ડ-વાજા સંચાલકો, સજાવટ કર્મીઓ તથા લગ્નના કાર્ડ છાપનારા પ્રિન્ટિંગ પ્રેસના માલિકોએ પણ, શપથ લીધા હતા. તેમણે સંકલ્પ લીધો કે તેઓ કોઈપણ બાળલગ્નમાં પોતાની સેવાઓ નહીં આપે અને આવી કોઈપણ માહિતી મળતાની સાથે જ તુરંત વહીવટી તંત્રને જાણ કરશે. જાગૃતિ ફેલાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં ‘બાળલગ્ન મુક્તિ રથ’ પણ રવાના કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય દિવસ માટે 27 નવેમ્બરની તારીખ પસંદ કરવામાં આવવી એ વૈશ્વિક સ્તરે ભારતની મોટી રાજદ્વારી અને સામાજિક ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. આ જ દિવસે વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનની શરૂઆત કરી હતી. જેઆરસીના સંસ્થાપક ભુવન રિભુએ સૌથી પહેલા આના માટે એક અલગ આંતરરાષ્ટ્રીય દિવસની અપીલ કરી હતી, જેને તેમણે માર્ચ 2026માં સંયુક્ત રાષ્ટ્રના મંચ પર દોહરાવી હતી. ત્યારબાદ ભારત સહિત 84 દેશોના સંયુક્ત પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ, 4 સપ્ટેમ્બર 2026ના રોજ સર્વસંમતિથી 27 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા આપી હતી.

આ અભિયાન સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્ય-5 (લિંગ સમાનતા) ના લક્ષ્ય 5.3 મુજબ છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં વિશ્વ સ્તરે, બાળલગ્ન અને બળજબરીથી થતા લગ્ન જેવી કુપ્રથાને પૂરી રીતે સમાપ્ત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, દેશના તમામ 782 જિલ્લાઓમાં સક્રિય જેઆરસી અને તેના 300થી વધુ સહયોગી સંગઠનોએ છેલ્લા ત્રણ વર્ષમાં 6.5 લાખથી વધુ બાળલગ્ન અટકાવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande