મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી
રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. દ્વારકા, 28 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિર ખાતે ભગવાન દ્વારકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા


વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત


જગત મંદિર તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત


- રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના.

દ્વારકા, 28 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરે તે માટે પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને તમામ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. તેમણે ભગવાનના આશીર્વાદ મેળવી ગુજરાત રાજ્ય વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેવી મંગળ કામના કરી હતી. આ ઉપરાંત રાજ્યના દરેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ જળવાઈ રહે તેવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીની દેવભૂમિ દ્વારકાની આ મુલાકાતથી પવિત્ર યાત્રાધામની ધાર્મિક ગરિમા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા અને આસ્થા પ્રગટ થઈ હતી. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ મંદિરના પૂજારી દ્વારા મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની છબી અર્પણ કરી અને ખેસ પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દર્શન અને પૂજા-અર્ચનાના અવસરે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, અગ્રણી મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તેમજ પ્રાંત અધિકારી યશપાલ ગઢવી સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande