
ગીર સોમનાથ, 28 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગ્રાહકો માટે તા.29 નવેમ્બર 2026 ને રવિવાર ના રોજ 66 કેવી વેરાવળ સબસ્ટેશનમા પેનલ બદલવાની કામગીરી તથા જરૂરી સમારકામ કરવાનું હોય, જેટકો વેરાવળ દ્વારા સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી શટ ડાઉન રાખેલ હોય વેરાવળ શહેરના તમામ વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. સમારકામ પુર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જેની અમારા માનવંતા ગ્રાહકોએ નોંધ લેવી.
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજંસી ફોલ્ટ સેન્ટર નંબર ૯૬૮૭૬ ૩૩૭૮૭ અને ૦૨૮૭૬-૨૨૨૧૦૨ છે. તેમજ આપણા પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવી જરૂરી છે જેથી વીજ અકસ્માતનું જોખમ ઘટે છે. આમ આપણે સહુ વીજ અકસ્માત અટકાવવામાં રાષ્ટ્રને મદદરૂપ થઇએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ