ગીર સોમનાથ જિલ્લાના રાજકીય પક્ષો સાથે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ
ગીર સોમનાથ 28 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી બાબતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધા
ઈણાજ ખાતે રાજકીય પક્ષો સાથે


ગીર સોમનાથ 28 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી બાબતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના સુધારેલા કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી. તા.૨૭/૧૧/૨૦૨૬ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ કુલ-૪ વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તમામ મતદાન મથકોએ તથા તમામ નિયત સ્થળોએ સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવા જણાવાયું છે.

જે અંતર્ગત આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે હકક-દાવા અને વાંધા અરજી, હકક દાવા વાંધા અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, આખરી મતદાર યાદી પ્રસિદ્ધી સહિતના મુદ્દે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જાણકારી પૂરી પાડી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.વી.ચાવડાએ વિસ્તૃત વિગત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ મુસદ્દા મતદારયાદીની તા.૨૭/૧૧/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધિ બાબત તા.૨૭/૧૧/૨૦૨૬ થી ૨૬/૧૨/૨૦૨૬ દરમિયાન હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવામાં આવશે. હકક-દાવા વાંધા અરજીઓ ચૂંટણી અધિકારીની કચેરી તથા સંબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીશની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએ મોકલી શકાશે. વધુમાં સંબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને પણ તેમના વિસ્તારના રાજકીય પક્ષો સાથે બેઠક કરી આ કાર્યક્રમની જાણકારી આપવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, હકક-દાવા, વાંધા અરજીઓનો તા.૧૧/૧/૨૦૨૭ સુધી નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા.૧૮/૧/૨૦૨૭ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ બેઠકમાં વેરાવળ પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, ઉના પ્રાંત અધિકારી અજય શામળા, ચૂંટણી કાર્ય સંબંધિત મામલતદારઓ અને વિવિધ પક્ષોના રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande