આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ – 2026 યોજાયો
વિવિધ ટ્રેડના ૫૪ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયાં જુનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય વર્ગ-૨ પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) જૂનાગઢ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ ૨
આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ – 2026 યોજાયો


- વિવિધ ટ્રેડના ૫૪ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયાં

જુનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય વર્ગ-૨ પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) જૂનાગઢ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાર્થ પોલી વુવન પ્રા. લિ., જૂનાગઢના ડિરેક્ટર ભરત સિરોયા તથા મેક્સ પ્રિસિઝન બેરિંગ પ્રા. લિ.ના એચ.આર. મેનેજર વિજયભાઈ ખાંભલા ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન સંસ્થાના વિવિધ ટ્રેડના તાલીમ પૂર્ણ કરનાર કુલ ૫૪ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મુખ્ય મહેમાનોએ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં કૌશલ્યનું મહત્વ, રોજગારીની તકો અને વ્યવસાયિક જીવનમાં શિસ્ત, મહેનત તથા સતત નવીન કૌશલ્યો શીખતા રહેવાની પ્રેરણા પૂરી પાડી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.ટી.આઇ. જૂનાગઢ (મહિલા)ના આચાર્ય ગોપી બોરખતરીયા, ફોરમેન અજય વરીયા, ભાવનાબેન કાચા, નગાજણ પરમાર અને સંસ્થાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી તથા કાર્યક્રમના અંતે આભારવિધિ મેહુલ કિકાણી એ કરી હતી.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો અને તાલીમાર્થીઓ માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande