
જુનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી અંતર્ગત આવતી ઔધોગિક તાલીમ સંસ્થા – કેશોદ ખાતે આચાર્ય પ્રિયેશકુમાર કે. વાળાનાં માર્ગદર્શન હેઠળ પાંચમા કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આઈ.ટી.આઈ કેશોદ ખાતે યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રદાન કરી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને સ્વાવલંબી બનાવવામાં આવે છે. વઘુમાં તાલીમાર્થીઓને આ વ્યવસાયલક્ષી તાલીમ થકી ભવિષ્યમાં તેઓને પ્રાપ્ત થતા લાભો જેવા કે, પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજના, રોજગાર ભરતી મેળા, વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવો ધારાસભ્ય દેવાભાઈ માલમ (કેશોદ વિધાનસભા), કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન દેવળિયા કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં હાજર રહી તાલીમાર્થીઓના ઉત્સાહમાં વઘારો કર્યો હતો. તથા તાલીમાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સંસ્થા કક્ષાએ જુદા-જુદા વ્યવસાયલક્ષી ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી તાલીમાર્થીઓનું બહુમાન કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ