બાસ્પા ગામે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ, 224 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના બાસ્પા ગામમાં આવેલા મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી પ્રાથમિક કક્ષાના કુલ 224 વિદ્યાર્થીઓ ઉત્સાહપ
બાસ્પા ગામે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ, 224 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના બાસ્પા ગામમાં આવેલા મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી પ્રાથમિક કક્ષાના કુલ 224 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય અને નિયમો અનુસાર પરીક્ષા પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં યોજાઈ શકે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા. વાલીઓએ પોતાના બાળકોને પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાની આશા સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande