જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે આયુષ નિદાન-સારવાર કેમ્પનો 852 નાગરિકોએ લીધો લાભ
જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : નિયામક આયુષ, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ 28 નવેમ્બર 2026 દરમિયાન ગાયત્રી મંદિર, ભવનાથ રોડ, જૂનાગઢ ખાતે આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભવનાથ, જૂનાગઢ શહ
જૂનાગઢના   ગાયત્રી મંદિર ખાતે


જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : નિયામક આયુષ, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ 28 નવેમ્બર 2026 દરમિયાન ગાયત્રી મંદિર, ભવનાથ રોડ, જૂનાગઢ ખાતે આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભવનાથ, જૂનાગઢ શહેર તેમજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી નાગરિકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.

કેમ્પ દરમિયાન નિદાન અને સારવારનો ૨૧૨ લાભાર્થીઓએ, સ્વાસ્થ્ય માર્ગદર્શન સત્રનો ૨૦૦ લાભાર્થીઓએ, યોગ પ્રાણાયામ સત્રનો ૪૦ લાભાર્થીઓએ તેમજ રોગપ્રતિરોધક ઔષધ વિતરણનો ૪૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં કુલ ૮૫૨ લાભાર્થીઓ જોડાયા હતા. આ સેવાયજ્ઞમાં ફરજ પરના તબીબો તરીકે ડૉ. પ્રણવ ત્રિવેદી, (માખીયાળા), ડૉ. નરેન્દ્ર કરંગીયા ( ખારચીયા), ડૉ. હેતલ વાઘેલા (જામકા) અને ડૉ. શૈલેષ પંડ્યા (સિવિલ, જૂનાગઢ)એ સેવાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande