બનાસકાંઠા-પાટણમાં ઘેટાં-બકરાં ચોરતી ટોળકીનો LCBએ કર્યો પર્દાફાશ, એક ઝડપાયો
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય રહી ઘેટાં-બકરાંની ચોરી કરતી કુખ્યાત ટોળકીનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને છાપી અને વડગામ પંથકમાં ફાર્મને નિશાન બનાવી ચોરી કરતી આ ટોળકીના એક સાગરીતને પોલીસે
બનાસકાંઠા-પાટણમાં ઘેટાં-બકરાં ચોરતી ટોળકીનો LCBએ કર્યો પર્દાફાશ, એક ઝડપાયો


બનાસકાંઠા-પાટણમાં ઘેટાં-બકરાં ચોરતી ટોળકીનો LCBએ કર્યો પર્દાફાશ, એક ઝડપાયો


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય રહી ઘેટાં-બકરાંની ચોરી કરતી કુખ્યાત ટોળકીનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને છાપી અને વડગામ પંથકમાં ફાર્મને નિશાન બનાવી ચોરી કરતી આ ટોળકીના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી પશુપાલકોને નિશાન બનાવતી ચોરીની અનેક ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ટોળકીના સભ્યો દિવસ દરમિયાન ફાર્મ અને પશુઓ રાખવામાં આવતા સ્થળોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ફાર્મની ફેન્સિંગ કાપીને અંદર પ્રવેશતા અને ઘેટાં-બકરાંની ચોરી કરી ફરાર થઈ જતા હતા. આ ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં આવી ચોરીઓને અંજામ આપતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

LCBએ હાથ ધરેલી કાર્યવાહીમાં 10થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે મહિન્દ્રા બોલેરો વાહન સહિત કુલ રૂ. 5,00,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, ટોળકીનો મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ અને શોધખોળ તેજ બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande