
નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસદ અને વિધાનસભાઓમાં મહિલા આરક્ષણ લાગુ કરવા અંગે સરકારનો દ્રઢ સંકલ્પ દોહરાવતા શનિવારે જણાવ્યું હતું કે, નારી શક્તિને તેમનો અધિકાર અને યોગ્ય ભાગીદારી અપાવવાના રસ્તામાં આવતી દરેક બાધાને દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મહિલા આરક્ષણનો વિરોધ કરનાર પક્ષો દેશની મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તેમની ભાગીદારી વધારવાથી ક્યારેય રોકી શકશે નહીં, હવે માત્ર સમયની રાહ છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, મહિલાઓને રાજકીય ભાગીદારી અપાવવાની લડાઈ અનેક દાયકાઓથી ચાલી રહી છે અને તેઓ સ્વયં પણ વર્ષોથી આના માટે પ્રયાસ કરનારાઓમાં સામેલ રહ્યા છે. દેશની અનેક મહિલાઓ તેમની સાથે રૂબરૂ મળીને અને પત્ર લખીને મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠાવતી રહી છે.
તેમણે કહ્યું, “હું જાણું છું કે દેશની 100 ટકા નારી શક્તિના આશીર્વાદ આપણી સાથે છે. હું દેશની દરેક નારીને વિશ્વાસ અપાવું છું કે, આપણે મહિલા આરક્ષણના રસ્તામાં આવતી દરેક રૂકાવટને ખતમ કરીને રહીશું, હટાવીને રહીશું. અમારી હિંમત પણ અટૂટ છે અને આપણો ઇરાદો પણ અડગ છે.”
મોદીએ કહ્યું કે, મહિલા આરક્ષણનો વિરોધ કરનાર પક્ષો દેશની નારી શક્તિને સંસદ અને વિધાનસભામાં તેમની ભાગીદારી વધારવાથી ક્યારેય રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે હવે માત્ર સમયની રાહ છે.
વડાપ્રધાને જણાવ્યું કે, મહિલાઓની રાજકીય ભાગીદારી વધારવાનો વિષય લાંબા સમયથી ચર્ચા અને પ્રયાસોનો હિસ્સો રહ્યો છે. આ દિશામાં મહિલાઓએ સતત પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને તેમને મળીને તથા પત્રોના માધ્યમથી પોતાની અપેક્ષાઓ રજૂ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહિલા આરક્ષણ અંગે દેશની મહિલાઓનું સમર્થન સરકાર સાથે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવાર (27 નવેમ્બર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, મહિલા આરક્ષણ લાગુ કરવાની દિશામાં નવા ધારાસકીય પ્રસ્તાવોને મંજૂરી આપી. આ અંતર્ગત લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ લાગુ કરવાનો રસ્તો તૈયાર કરવા માટે સીમાંકન સાથે જોડાયેલા પ્રાવધાનોમાં ફેરફારનો પ્રસ્તાવ છે.
પ્રસ્તાવિત સંવિધાન (132મુ સંશોધન) વિધેયક, 2026 હેઠળ લોકસભામાં બેઠકોની સંખ્યા હાલની 543થી વધારીને મહત્તમ 850 કરવા અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા બેઠકોની સંખ્યામાં હાલની સંખ્યાના મુકાબલે 50 ટકા વૃદ્ધિનો પ્રસ્તાવ છે. આ જ રીતે રાજ્ય વિધાનસભામાં પણ બેઠકોની સંખ્યા 50 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. આની સાથે જ રાજ્યો વચ્ચે લોકસભામાં વર્તમાન આનુંપાતિક પ્રતિનિધિત્વને વર્ષ 2051 સુધી જાળવી રાખવાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે. સરકારનું લક્ષ્ય આ વ્યવસ્થા દ્વારા વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલાઓ માટે આરક્ષણ લાગુ કરવાનું છે.
મહિલા આરક્ષણ સાથે જોડાયેલા આ પ્રસ્તાવોને સંસદમાં આગળ વધારવા માટે લોકસભાની બેઠક 30 નવેમ્બરથી અને રાજ્યસભાની બેઠક બે ડિસેમ્બરથી ફરી બોલાવવામાં આવી છે. સંસદની વિશેષ બેઠકમાં આ વિધેયકો રજૂ કરી પસાર કરાવવાની સરકારની તૈયારી છે. સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાવવા માટે બંને સદનોમાં વિશેષ બહુમતીની આવશ્યકતા રહેશે. આ પહેલાં એપ્રિલમાં મહિલા આરક્ષણ અને સીમાંકન સાથે જોડાયેલા વિધેયકોને લોકસભામાં જરૂરી સમર્થન મળી શક્યું ન હતું. હવે સરકાર નવા પ્રાવધાનો સાથે આને ફરીથી આગળ વધારવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ