ચાર વર્ષથી દારૂબંધીના ગુનામાં ફરાર રાજસ્થાનનો આરોપી પાટણ LCBના હાથે ઝડપાયો
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાધનપુર–મહેસાણા હાઈવેના ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીન
ચાર વર્ષથી દારૂબંધીના ગુનામાં ફરાર રાજસ્થાનનો આરોપી પાટણ LCBના હાથે ઝડપાયો


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાધનપુર–મહેસાણા હાઈવેના ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ 32 વર્ષીય રમેશકુમાર ક્રિષ્નારામ ચેનારામ બિશ્નોઇ તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના બાગોડા તાલુકાના ભાલણી ગામનો રહેવાસી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધાયેલો હતો.

પાટણ LCBની ટીમે આરોપીની બી.એન.એસ.એસ. કલમ 35(1)(જે) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ચાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં LCBને સફળતા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande