સગીર સાવકીપુત્રી પર દુષ્કર્મ અને બ્લેકમેઈલના કેસમાં સાવકા પિતાની જામીન અરજી ફગાવાઈ
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના એક ગામમાં સગીર સાવકીપુત્રી પર દુષ્કર્મ આચરી તેના ફોટા-વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરવાના કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે રાજાબાબુ મફતલાલ સભુદાસ પટેલની નિયમિત જામીન અરજી ફગાવી છે. આરોપીએ સગ
સગીર સાવકીપુત્રી પર દુષ્કર્મ અને બ્લેકમેઈલના કેસમાં સાવકા પિતાની જામીન અરજી ફગાવાઈ


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના એક ગામમાં સગીર સાવકીપુત્રી પર દુષ્કર્મ આચરી તેના ફોટા-વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરવાના કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે રાજાબાબુ મફતલાલ સભુદાસ પટેલની નિયમિત જામીન અરજી ફગાવી છે. આરોપીએ સગીરાને ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો અને ફોટા-વીડિયોના આધારે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

મામલો બહાર આવ્યા બાદ કાકોશી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ., જી.પી. એક્ટ, આઈ.ટી. એક્ટ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ આરોપીએ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ જે.ડી. ઠક્કરે તપાસ અધિકારીનું સોગંદનામું અને દસ્તાવેજો રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો. આરોપી જામીન પર છૂટે તો ભોગ બનનાર અને ફરિયાદપક્ષને ધમકાવી શકે તેમજ પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

એડિશનલ સેશન્સ જજ એમ.એ. શેખે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભોગ બનનારના જન્મના દાખલા સહિતના દસ્તાવેજો તપાસ્યા હતા. ઘટના સમયે સગીરા સગીર વયની હોવાનું સામે આવ્યું હતું. ગુનાની ગંભીરતા અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવવાનો હુકમ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande